બંધ આંખે અશ્રુ અથડાયું નહી હોય,
વેત ભર કાપડે પણ લુસાયું નહિ હોય.
સ્ત્રોત લાગણીનો વહેત્તો મુક્યો,
કોરી ગાગરે નિર્ છલકાયું નહી હોય.
ચાર છોગાળે બેઠો હશે ભીડમા
હૃદયને પૂછે એવું કોઈ દેખાયું નહી હોય.
પછી કાધં દેવા લોકો ઉતાવળ કરેશે
બંધ આંખે આ ઓજસ નિહાળ્યું નહીં હોય
માતમ મનાવશે સગા સૌ ભેગા થઈ ત્યારે
બસ"માં"એ જ અશ્રુ કયારેયં છુપાવ્યું નહી હોય
પણ જિંદગી એક રંગ મંચ લાગે છે "અતુલ"
કોઈ પણ પાત્ર બરોબર ભજવ્યું નહી હોય
-અતુલ ભટ્ટી
-Atul Bhatti