Quotes by Atul Bhatti in Bitesapp read free

Atul Bhatti

Atul Bhatti

@devbhatti224803


તમે કહો તો ઉઘાડા પગે દોડીને આવું,
બંધ બારણા હશે તો તોડીને આવું.
એમ ના સમજતા કે હું પાગલ છું,
સબંધ સાચવવા હાથ જોડીને આવું..!!

-Atul Bhatti

Read More

આંખોથી આંખોને પ્રીત થાય છે,
ને પછી 'મનના મીત થાય છે.
અામય જોયા વગર ચહેરો,
ક્યાં કોઈ ને પ્રીત થાય છે..!!

ઈશ્વર ના દરબારમાં જઈ ફરિયાદ કરે છે,
દોષ બીજાના વાગોળે, ને પોતાના ક્યાં યાદ કરે છે..!!

-Atul Bhatti

તડકામાં પણ તપે રંગમાં સદા રંગાય,
એવા જણ જુઓ,કે ફાગણે ના ફુલાય.!!



-Atul Bhatti

સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે
ઠળતી વેળાઅે હું થાકુ ને તું હાથ આપે.

-Atul Bhatti

......પાછું વળી જોવું છે તમારે......

તમે કહો છો એમ રહેવું છે તમારે,
છે ખિસ્સુ ખાલી ને ફરવું છે તમારે.
લઈ આવીશ ઉછીના કે વ્યાજે,
મોજ ખાતર વ્યાજ ભરવું છે તમારે.
પણ પછેડી હોય અેટલી સોડ તણાઈ,
બંગલો જોઈ ને શું ઝૂંપડુ બાળવું છે તમારે.
કોઈ કેશે કે ચાંદ સીતારા તોડી લાવો,
પણ શું એ પાદંડુ છે કે લાવું છે તમારે,
ખોટુ ના લાગે તો એક વાત કહું"અતુલ"
કે સુધરીને પાછું વળી જોવું છે તમારે..!!

-અતુલ ભટ્ટી

Read More

તુ કઇક બોલે તો દીલ મારુ આપી દઉ,
જો ના ફાવે તો પાછુ દીલ તારુ આપી દઉ..

epost thumb

બહાર ઉજળા ને ભીતર અહી સળગે છે,
ઈચ્છાઓ પામવા જીવતર અહી સળગે છે.

છે સૂકી ખેતી ને માવઠા ખોટા ગરજે છે,
ગામ તળભેટે ભીંજાયેલા ખેતર અહી સળગે છે.

માર્ગ ક્યારે ભુલાય પણ યુવાનો ખોટા ભટકે ને
જોઈ જીવતા જીવ માવતર અહીં સળગે છે.

ખિસ્સામાં સ્માર્ટફોન ને આઈડી ઘણી,
પણ બાળકો ના ભણતર અહી સળગે છે.

તુ કહેતો બંઘ મુઠી ખોલી દવ"અતુલ"
ને ચોખે ચોખુ કવ કે ભોળા કબુતર અહીં સળગે છે..✍️

-Atul Bhatti

Read More

જ્યોત છે,પ્રજ્વલિત ને ઓરડામા છે અંઘારુ,
દીવેલ પુરે દીનાનાથ તોય કહે ખોળયુ છે મારુ.!

-અતુલ ભટ્ટી

Read More