એકલે હાથે ઘડેલા જીવતરમાં દરેક પરિસ્થિતિનો સામનો ખુદની આવડત અને સમજદારી દ્વારા કરીને આગળ વધેલા વ્યક્તિને ક્યારેય કોઈની સલાહ કે મદદ ની જરૂર નથી હોતી.એની ઉદાસી અને ખુશી બંને નું નિયંત્રણ એ લોકો ખુદ રાખી શકે છે.અવાર નવાર મળતી સલાહ સૂચનો તેઓ માત્ર સાંભળવા ખાતર સાંભળે છે પરંતુ અંતર આત્મ સિવાય કોઈની વાત તેઓ માન્ય કરતા નથી.લોકો ભલે તેમને અભિમાની કે ઓવર સ્માર્ટ જેવા બિરુદ આપે પણ કંઈ ફરક તેમને પડતો નથી .તેઓ એકલા રહેવા ને જીવવા માટે ટેવાયેલા હોય છે .સુખ અને દુઃખ હવે એના માટે માત્ર ભરતી ઓટ સમાન બની રહે છે.તેમને કોઈ મોટીવેશન ની જરૂર હોતી નથી .તે ખુદ જ એક સ્ત્રોત બનાવે છે ખુદ ની અંદર જે ઊર્જા પૂરી પાડે છે ઉત્સાહ માટે અને જીવવવા માટે.
-Pradip Gajjar