એક જમાનો હતો એવો પણ,
શ્રાદ્ધ થતું શ્રદ્ધાથી.
ધરાતો ભોગ ઘરમાં બનેલો,
બનાવતી ભોગ ઘરની સ્ત્રીઓ,
ખૂબ જ ભાવ અને સ્નેહથી.
કરાતા પિતૃઓને તૃપ્ત,
ભાવભર્યા ભોજન અને પ્રાર્થનાથી.
આવ્યો આ જમાનો એવો
કે શ્રાદ્ધ પણ થયું આધુનિક.
'દાદાને તો બધું જ ભાવતું'
કહીને વાસ નંખાય ફાસ્ટફૂડનો.
બનાવવાને બદલે પ્રસાદ ઘરમાં,
અપાય છે ઑર્ડર કેટરિંગનાં.
પહેલાં પણ ભેગાં જ થતાં સૌ,
હજુ પણ ભેગાં જ થાય છે સૌ...
પહેલાં ભેગાં મળતાં શ્રાદ્ધ માટે,
હવે ભેગાં થાય ફરજ માટે...