Gujarati Quote in Poem by Bhavna Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર નથી પડતી કે સમય મારી વિરુદ્ધ છે
કે સમય સાથે હું નથી ચાલી શકતી?
કરવાં જઉં છું કંઈક ને થઈ જાય છે કંઈક અવળું!
પરિસ્થિતિને તાબે થઈ વર્તુ છું તોય
કયાંક ગડબડ થઈ જાય છે.
સંબંધો જેટલાં સાચવું છું એટલાં જ
બગડતાં જાય છે.
દિનપ્રતિદિન કાળની શિકાર બનતી જાઉં છું.
સમજ નથી પડતી શું કરું?
અહીં જ અટકી જાઉં કે આગળ ચાલું?
અગણિત વાર પડું છું, પછડાઉં છું, હારું છું.
અને પાછી ઊભી થાઉં છું.
પણ હવે ના હામ છે ના તાકાત,
શું કરું? કેમ કેમ સંભાળું ખુદને?
બસ હવે તો એક જ આશરો છે.
જગત પિતા, તારણહાર મારાં શ્યામનો.
હવે તો એ જ મારો હાથ થામી મને ઉગારી શકે છે..


ચૌહાણ ભાવના..

-Bhavna Chauhan

Gujarati Poem by Bhavna Chauhan : 111832687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now