Gujarati Quote in Motivational by Falguni Dost

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતાઁ પ્રકરણ -2

તમે...પાંચ મિનિટ એ માતાજી ના મંદિરે પ્રાર્થના કરી...પછી મને કીધુ..બેટા અહીં સાચા દિલ થી પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિ ની ઈચ્છાઓ પૂરી થાય છે...તું આંખ બંધ કરી ને અનુભવ કરી લે....

મેં..એ દિવસે બંધ આંખ કરી માઁ ને પ્રાર્થના કરી..હે માઁ... મારી ઝોળી ભરી દે...હું..ઘરે ખાલી હાથે કઈ રીતે જઈશ..મદદ કર..

તમે મને પૂછ્યું...બેટા... શુ માંગ્યું..?

મેં ભીની આખે કીધું... પગાર અને બોનસ....

તમે કીધુ...કેટલી રકમ થાય છે...

મેં કીધું...હતું 20000

તમે..મારા હાથ માં 20000 મુકતા બોલ્યા...અહીં જાગતી માઁ બેઠી છે.....જીંદગીમાં માઁ નો હાથ અને સાથ છોડતો નહીં....તારા દરેક કાર્ય એ પુરા કરશે....

તમે કીધુ હતું...મારો પગાર વધ્યો ...એ તફાવત ની ચઢેલ રકમ માઁ ના ચરણ મા હું મુકવા આવ્યો હતો...મેં માઁ ને કીધુ.. હે માઁ...
આ રકમ ની તારા કરતા...આ બાળક ને વધારે જરૂર છે..તો હું આ રકમ તેને આપું છું....

આજે પણ એ પવિત્ર મંદિર જગ્યા અને એ પવિત્ર વ્યક્તિ ને હું ભુલ્યો નથી...વડીલ....

આ ચાવીની મારી નજરમાં કોઈ કિંમત નથી.....જો તમે એ દિવસે મને આત્મહત્યા કરતા રોક્યો ન હોત તો....?

તમે ફ્લેટ ની સ્કીમ જોવા આવ્યા ત્યારે... મેં તમને ઓળખી લીધા હતા..અને તમારી તમામ માહિતી ઓફિસ મા રેકોર્ડ ઉપર રાખવા મેં સ્ટાફ ને કીધુ હતું...

અરે બેટા.. મેં કોઈ અપેક્ષા સાથે તને મદદ કરી ન હતી....
માઁ ...જે તરફ ઈશારો કરે ત્યાં મદદ કરી દો.. એવું હું ઘણાવખત થી માનતો થયો છું..હવે મંદિરો ને રૂપિયા ની જરૂર નથી...

શ્યામ ઉભો થયો ..હાથ જોડી બોલ્યો....વડીલ આ ફ્લેટ ની ચાવી તમારે રાખવી જ પડશે...આ મારા કાર્ય ને પણ માઁ ...નો.ઈશારો જ સમજી મને તમારા આનંદ નો ભાગીદાર બનાવો..

અમારી સામે...હાથ જોડી..શ્યામ બોલ્યો વર્ષો પહેલા...
આ મહાન વ્યક્તિએ .. મારી દિવાળી ના દિવસો આનંદ થી ભરી દીધા હતા..
આજે..આપણે બધા તમારા નવા ઘર માં પગ મૂકી આનંદ થી દિવાળીની ઉજવણી કરીયે....

મિત્રો...
ખરાબ..અને સારા કર્મ ની ભલે આપણે નોંધ ના લેતા હોઈએ પણ ઉપરવાળા નો હિસાબ ચોખ્ખો હોય છે.....
તેની આપવા ની અને ઝૂંટવી લેવા ની રીત અલગ છે

જો એ આપવા બેઠો...તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે..આપશે
અને ઝૂંટવી લેવા બેઠો.. તો...પોતડી પણ ખેંચી નાખશે

#CP

Gujarati Motivational by Falguni Dost : 111829013
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now