બહેન મારી હજારોમાં તું એક,
હંમેશાં વ્હાલ કરતી તું એક,
બાંધે રાખડી હાથ પર તું એક,
જીવનપર્યંત મારી રક્ષા કરે તે એક,
દોરામાં વિશ્વાસ સર્જન કરતી તું એક,
આવું પ્રેમનું પ્રતિક છે તે એક,
પપ્પા મારે તો વચ્ચે પડે તું એક,
મમ્મી ખિજાય તો મનાવતી તું એક,
બહેન મારી હજારોમાં તું એક,
હંમેશાં વ્હાલ કરતી તું એક..
મનોજ નાવડીયા