ઘર ઘર ત્રિરંગા 🇮🇳🇮🇳🇮🇳
૭૫ વર્ષ આઝાદી ના ....
ખુબ જ આનંદની વાત છે કે સરકાર શ્રી એ આ ૭૫ વર્ષની આઝાદી ના પર્વની ઉજવણી માટે ઘર ઘર ત્રિરંગા લહેરાવાનું અનુમોદન કર્યું છે.પણ એક વિચાર એ પણ માગી લે છે કે, દેખાદેખી માં જનતા આ ત્રિરંગો ઘર ઘર લહેરાવી પણ દેશે .. સાથે સાથે રાષ્ટ્ર પ્રેમ પણ છે જ . પરંતુ અહી પ્રશ્ન ત્યાં નથી અટકતો પણ આ જનતા બીજા જ દિવસે આજ ત્રિરંગાનું મહત્વ ભૂલી જશે અને એને રાજડતો મૂકી દેશે ..ક્યાંક રસ્તા તો ક્યાંક ઘરના કચરામાં .. શું આ યોગ્ય છે ?
મારી વિંનતી આટલી જ છે કે મારા દેશના ત્રિરંગાનું માન જળવાય અને એ કોઈ કચરામાં કે ગલીઓમાં રસ્તા વચ્ચે લોકોના પગમાં ના આવે .. બાકી પોતાના દેશ પ્રત્યે પ્રેમ કોને ના હોય ! મારી ગુજારીશ એટલી જ છે કે સરકારશ્રી આની ઘર ઘર ત્રિરંગાની સાથે સાથે એની આ ત્રિરંગા ની ૧૫મી ઓગસ્ટ પછીની માર્ગદર્શિકા પણ બહાર પાડે. ત્રિરંગો ક્યાં થી મળશે એતો જણાવી જ દીધું છે પણ સાથે સાથે એનું અપમાન ના થાય તેવી રીતે તેને કયા સમયે ઉતારવો તેને કેવી રીતે સાચવવો અને તેની વિધિ અત: થી ઇતિ સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પડે..
આભાર🙏🏻