એ ક્લાસરૂમ
દરેક તોફાનનો
અમારો સાક્ષી!
ધીંગામસ્તી ને
કીટ્ટાબુચ્ચા થતી જ..
પળભરમાં!
નહોતી ઈર્ષા
કે મનમાં ન મેલ,
ખરી દોસ્તી જ!
એક જો દુઃખી
તો મિત્રો સૌ ઉદાસ...
દુઃખમાં સાથે!
જો થયા મોટા...
આવી સમજ ઘણી
બધું પત્યું જ!
બહુ સતાવે
ક્યારેક એ ક્લાસની,
સુંવાળી યાદો!