વરસે છે જોને કેવો આ મેઘ અનરાધાર, 
જાણે વર્ષોથી મિલનની તરસ અનરાધાર. 
વરસે છે જોને કેવો આ મેઘ અનરાધાર, 
જાણે વરસે છે મુજ પર તારો પ્રેમ અનરાધાર. 
વરસે ઘડીક, ઘડીક થાય બંધ આ મેઘ અનરાધાર,
જાણે મોરલાનું નાચગાન અનરાધાર. 
મેહુલો ગાજે ને વરસે અનરાધાર, 
જાણે ગોપીઓ સંગ કાનાની રાસ અનરાધાર. 
વરસે છે જોને કેવો આ મેઘ અનરાધાર, 
જાણે ધરતી ખીલે હરિયાળી અનરાધાર. 
વરસે છે જોને કેવો આ મેઘ અનરાધાર, 
જાણે વરસે તું ને ભીંજાઉ હું અનરાધાર. 
- વૈશાલી પરમાર  ...