હું તરસું છું મબલખ મુજ મહી,
તું આમ વાંછટ આપીને ધીમું નાં મલક,
હું વૈશાખી ધરા માફક તરસું,
તું જેઠીલો મેઘ બની તો વરસ,
હું તો બની છું અષાઢી ઢેલડિ,
તું શ્રાવણિયો મોરલો બની અખાડો કરી ખલક,
હું ભાદરવે જોઉં વાટ્યું તારી તરસે નયને,
તું ભર ભાદરવે હવે તો અનરાધાર વરસ,
નયનને મારા તને દેખવાની લાગી છે તરસ,
બુઝાવવા મુજ નયનની તરસ, મારા વ્હાલા,
હવે તો તું અનરાધાર વરસ.

B+ve

Gujarati Blog by Krishna : 111821422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now