વર્તન-વાણી
આ દુનિયામાં દરેક વ્યક્તિ એક સરખા નથી હોતા. એમ દરેક વ્યક્તિની વાણી ને વર્તન અલગ અલગ હોય છે. પ્રાંત પ્રમાણે તો કેટલાક લોકોની વાણી સ્વભાવ પ્રમાણે હોય છે. ઘણા લોકોની વાણી ને વર્તન બીજાને દુઃખી કરે છે, કોઈની વાની ને વર્તન આશ્વાસન આપે છે કે સુખ આપે છે.
ઘણા વ્યક્તિની વાણીને વર્તન એટલું ખરાબ હોય છે કે એ વ્યક્તિ ક્યારેક જ સારું બોલી શકે છે. જેમ કે કાગડાના મોઠામાં રામના હોય.
એક વ્યક્તિ વર્તન ખરાબ કરે તો બીજી વ્યક્તિની વાણીને વર્તન બદલાય છે ને સામે વાળી વ્યક્તિ પણ ખરાબ વર્તન કરે છે ને વાણીમાં પણ ફેરફાર થઈ જાય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની વાણીને વર્તન પર થોડું ધ્યાન આપવું જોઈએ.