અવસર છે રૂડો આજ, માનવાને આભાર કાજ,
શીખ્યા કંઈ પણ ક્યારેય, કોઈની પણ પાસેથી,
કરીએ વંદન એમનાં ચરણોમાં આજે!
કેમ ભૂલીએ માતા પિતાને, શીખવી જેમણે દુનિયાદારી,
વંદન એ માતાને શીખવ્યું જેણે વ્હાલ અને ત્યાગ,
પિતા તો છે મૂર્તિ જવાબદારીઓની,
શીખવ્યું જેમણે રહેતાં દુનિયામાં!
ડગલે ને પગલે મળ્યાં ગુરુઓ અનેક,
શીખવ્યા અમૂલ્ય બોધપાઠ જેમણે,
કોટિ કોટિ વંદન એ ગુરુઓને જેમણે,
આપ્યું ઘણું જ્ઞાન જાણતાં અજાણતાં!
કેમ કરી ભૂલું એ મિત્રોને,
શીખી ખુશીથી માણતા દરેક પળને!
આભાર એ ગુરુરૂપી મિત્રોનો,
શીખવ્યું જેમણે સહભાગી બનતાં, કોઈનાં સુખદુઃખમાં!!!
વંદન કરું છું આજે એ સૌને,
જાણતાં અજાણતાં શીખી હું કંઈક,
જેમને જોઈ જોઈને!
તમામ પ્રત્યક્ષ પરોક્ષ ગુરુચરણોમાં
કરું હું નત મસ્તક વંદન
🙏🙏🙏
-Mrs. Snehal Rajan Jani