સવાર સાંજ મળ્યાનો આનંદ હતો પહેલા,
હવે તો ઉદાશ થઈ ને બેઠા છે...
વાંક છે કોનો? બસ એજ,
નાની અમથી વાત લઈ ને બેઠા છે...
પહેલા, ઈ મનાવી લેશે એટલે ઝગડો કરતા,
હવે હું નઈ મનાવ, ઈ વાતનો ઝગડો કરી બેઠા છે...
હશી મજાક, સુખ-દુઃખ સાથે જીવશું,
પાસપાસે બેસતાં આજે, દૂર દૂર થઈ બેઠા છે...
જીવનભર સાથે રહેવાનો દાવો કરી પહેલા,
એક બીજા ને જાણનાર, અંજાન થઈ બેઠા છે...
લાગણીઓ થી ગુંથાયેલા જોડા આજ,
લાગણઓને ઠેંસ પોચાડી બેઠા છે...
એમને મન કદાચ આ સારું,
અરે! ઠેર ઠેર નુકશાન કરી બેઠા છે...
એમને એમ કે હવે મોટી વાત છે,
અરે ના રે ના, અણસમજણ લઈ બેઠા છે...
ખાલી જોવે જોઈ પ્રેમ થી સામું,
એટલું જ તો છે, ખાલીખોટી વાત લઈ બેઠા છે...
પુષ્પ ને ખીલવા સમય જોઈ છે,
આપી દિયે જોઈ જરા, ખોટા સવાલાત લઈ બેઠા છે ...
પ્રેમની વાતો છે, પ્રેમ થી થશે
દેખાઈ આવશે, એક બીજા ને પાછો પ્રેમ કરી બેઠા છે.....