વિખરાય જાય છે સંબંધ
જ્યારે સંબંધ અકબંધ નથી હોતા,
વિખરાય જાય છે માનવી,
જ્યારે સંબંધ મજબૂત નથી હોતા
બદલાતો જાય છે માનવી સમયે સમયે,
જ્યારે સંબંધ મજબૂત નથી હોતા
ક્યારેક આપણે સંબંધમાં,
તો ક્યારેક સંબંધ આપણા નથી હોતા,
જ્યારે સંબંધ મજબૂત નથી હોતા
તૂટીને વિખરાય જાય છે માનવી,
જ્યારે સંબંધ મજબૂત નથી હોતા
અંતમાં,
વિશ્વાસ વગરનો સંબંધ નકામો અને સંબંધ વગરનો માનવી,
ખબર છે બધાંને જરૂર પડે છે માટીના કણની પણ,
તોય દરેક સંબંઘ પોતાના નથી હોતા...
યોગી
-Dave Yogita