આખો દિવસ ખેતરમા કામ કરી સાંજે હિરેન ઘરે આવ્યો "મા " એ શીરો બનાવ્યો હતો હરેનને બહુ ભાવતો તેથી હિરેન માટે થોડી બચાવી રાખેલો.
"મા " એ હિરેનને શીરો આપ્યો એજ સમયે બાજુંમા રહેતો ચાર વર્ષનો પાર્થ આવી પોહોંચીઓ પાર્થએ કહ્યું મારે પણ શીરો ખાવો...! હિરેન ભૂખ્યો હોવા છતાં પોતાની પાસે રહેલો શીરો પાર્થ ને આપી દીધો.
પાર્થને શીરો ખાતા જોઈ હિરેનની ભૂખ સંતોષાય ગઈ અને નાના બાળકને જમતા જોઈ હિરેનને અનેરો આનંદ થયો જેને શબ્દોમા નહી લખી શકાઈ.