Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચિત્રગુપ્ત_મંદિર_ખજુરાહો

આ તો માત્ર એક મન્દિર છે
આમ તો એ મન્દિર સંકુલ છે
જેમાં ઘણાં મંદિરો સ્થિત છે
આ આખું મન્દિર સંકુલ એ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત થયેલું છે
માત્ર મધ્ય પ્રદેશની જ નહીં પણ સમગ્ર ભારત અને સનાતન ધર્મની શાન છે આ !

ચિત્રગુપ્તનો ચોપડો હોય એમનું મંદિર વળી શાનું હોય !
આ ચિત્રગુપ્ત મન્દિર એ ભગવાન સૂર્યદેવને સમર્પિત છે
પણ એ સૂર્યમંદિર નથી

આ મન્દિર એ એની બાહ્ય દિવાળોના અદભુત શિલ્પો માટે જાણીતું છે
તમને જાણીને એ આશ્ચર્ય થશે કે
આ ખજુરાહોના મંદિરો એ ખંડિત નથી !
એનાં શિલ્પો એટલાં અદભુત છે કે તમે જોતાં જ રહી જાવ

એમ કહેવાય છે કેઆ ચિત્રગુપ્ત મંદિર એ ઇસવીસન ૧૦૨૦થી ૧૦૨૫ દરમિયાન ચંદેલા રાજાઓએ બનાવ્યું હતું

તો ચાલો જરા એની બાહ્ય દીવાલો પરના શિલ્પો પર નજર નાંખી લો
કોઈ એવી જગ્યા બાકી નથી કે જયાં અતિસુંદર શિલ્પ ના હોય !
ધ્યાનથી જોશો તો જ આ શિલ્પોની વિશેષતા નજરે ચડશે !
૧૯૮૨માં કરેલા સમૂહ પ્રવાસની યાદ તાજી થઈ !
ખજુરાહો અમે ૩ પેઢીએ એક સાથે જોયું હતું !
ક્યાંક સંકોચથી તો ક્યાંક વિસ્મયથી
સંકોચ કેમ તે હું તમને નહીં કહું
પણ બધાં જ શિલ્પો વિસ્મયકારક છે એટલું તો નક્કી જ છે !!!

શિલ્પકામની બારીકાઈ અને નજાકત જોઈને આશ્ચર્યચકિત થવું હોય તો આ ફોટો મોટો કરીને જોજો સૌ !

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111808643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now