લાગણીઓ
લાગણીના વશમાં હું પોતાને ભૂલી ગયો છું.
પોતાના સાચવવા હું મારો પડછાયો ભૂલી ગયો છું.
લાગણીના બંધનમાં હું સ્વપ્નાં ભૂલી ગયો છું.
કોને કહેવી અધુરાશ ,હું એક સવાલ બની ગયો છું.
ત્રાજવે તોલી રહ્યા સંબંધો,લાગણીમાં તણાઈને ખોવાઈ રહ્યો છું.
ક્યાં જઈને શોધું લાગણીઓને ,હું પોતે એક ઝંઝાવાત બની ગયો છું.
લાગણીઓ વશમાં રાખતા હું પત્થર દિલ બની રહ્યો છું.
-Bhanuben Prajapati