" આત્મવિશ્વાસ"
" પરાજય નો વિચાર પરાજય જ નોતરે છે,
હિંમત વિના તો સિદ્ધિ મળતી નથી,
જીતવું છે, પરંતુ શ્રધ્ધા નથી,
તો જીત મળતી જ નથી."
"પરાજિત મન એ જ પરાજય છે,
સફળતા હિંમત ને વરે એ જ દુનિયા નો નિયમ છે,
તેથી જ તો કહેવાયું છે,
મન હોય તો માળવે જવાય."
"વિજય નો વિચાર એ જ તમારી જીત છે,
શિખરે પહોંચવા મક્કમ હશે મન,
તો કપરાં ચઢાણ કોઈ વિસાતમાં નથી."
"જિંદગી નો જંગ કાયમ,
બળવાન નથી જીતતા,
પણ, માત્ર આત્મવિશ્વાસ જ
વિજેતા નક્કી કરે છે."