તારા ગયા પછી
તારા સ્નેહીઓ માટે, હવે તો ભાઈ વિના, એકલી પડી ગયેલી, છું હું ભાભી;
પ્રાણ વિના જીવતી હોય જેમ શરીરથી જુદી થઈ ગયેલી કોઈ નાભિ
વિચારે સગાં સંબંધીઓ, "શું આવશે અમને એ કોઈ કામે, એનો પતિ તો છે હવે આભે"
કદાચ લોક કતરાઈ ને જોશે જમણી તરફ, જો દેખાઇ જાઉં હું ઉભી ડાભે
રખેને એ હવે કોઈ મદદ માંગે; આં તો કદાચ હવે માથે પડે એવી થઈ ગઈ છે ભાભી !
જીવનભર વિવેક અને લાગણીના રિશ્તા નાતા નિભાવિયા, એ આજકાલ, ધીરે ધીરે જઇ રહ્યા છે ખસી
જોઈ લીધું મેં જીવતાં જીવત, માનવનું મોલ કેટલી આસાની થી જાય છે ઘટી
નિયમ છે આં સંસારનો, એવું કહેતાં ઘણા લોકો, પણ વાત એ મને સમઝાઈ ન હતી;
તને કેટલો વિશ્વાસ હતો તારા સ્નેહીઓ ઉપર, પણ ત્યારે તો વાત સાઉ જુદી હતી
એકલા આવિયા ને એકલા જવાના બધાંજ, પણ લાગણી રાખીયે થોડીક તો સારું.
ખૂબ ખૂબ મને થયું છે મોતનું દુઃખ તારું,
પણ દુનિયાની રીત જોઈ, દિલ તૂટી ગયું છે મારું
અનાર