હું એક ગરીબ ઘરનો છોકરો,
અને તું અમીર પરિવારની છો.,
મુદ્દો આ ભેદભાવનો ખતમ થશે તો આપણે મળીશું.,
આ તમામ લોકો ઝગડતા રહેશે જ્ઞાતિ- ધર્મ માટે
અને આમજ રોજ મરતો રહેશે પ્રેમ આપણો ,
દરેક મેણા ટોણા બાદ એક નવો નિયમ બનશે
પરંતુ આ ઝગડાઓ વચ્ચે કોઈને પ્રેમ નજર નહિ આવે,
મારા નાના લાચાર ઘરથી લઈને તારા આલીશાન મકાન સુધી ઉચ્ચ નીચની રેખાઓ વચ્ચે કેટલાય યુગલો મરી રહ્યા છે,ને આપણો સમાજ રોજ પ્રેમ ખતમ કરવાની રીતો રચી રહ્યો છે.
હું સંજોગો જોવ છું તો સમજાય છે કે ના તો આ મામલા નું નિવારણ થશે ,કે ના તો આપણે મળી શકશું.,
પરંતુ ઓ અમીર છોકરી, તું મને એક વચન આપ કે આગલાં જન્મે આ અમીર ગરીબની સીમાઓ પાર મળીશ મને તું.
કાં તો સાથે રહીશું અથવા તો સમાજ દ્વારા હારીને સાથે મૃત્યુ અપનાવીશું. ઓછામાં ઓછું આ ઉચ્ચ નીચ ના દબાણો થી તો આઝાદ રહેશું.
હું એક ગરીબ ... તું અમીર...
ભેદભાવ ખતમ થશે તો મળીશું...