હૈયામાં રામ વસે તો વિચારજો,
કરી શકો કોઇનું ભલું તો કરજો.
ક્યાં અહીં સ્થાયી છે કોઇપણ?
માટે જ તો રામ રાખે તેમ રહેજો.
શબ્દ બહુ નાનો જપવા માટે છે,
માટે જ સમયે સમયે રામ રટજો.
સદાય સમયસર રહેજો કામમાં,
ને મળતા સૌને રામ રામ કહેજો.
હર કોઈમાં અહીં તો રામ વસે છે,
માટે જીવ દયામાં હંમેશા માનજો.
-KAUSHIK PATEL