પર્વ રંગોનો છે તો રંગને અનુરૂપ વાત કરવી આવશ્યક નીવડે છે.શું છે આ રંગોનો મહિમા? , શું છે રંગોની વ્યાખ્યા ? રંગની ખાસિયતો ને ખૂબીઓ શું ? રંગોનું મહત્વ શું છે ? કોઈ ખાસ તો કશું હું પણ જાણતો નથી.પણ જેટલા અંશે મને જાણ છે રંગ વગર આપણે દુનિયા ની કલ્પના કદાચ ના જ કરી શકીએ .યોગ્ય જગ્યા કે સ્થાન સમય ન અનુરૂપ જો એનો યોગ્ય સચોટ રંગ ના મૂકવામાં આવે તો ઘણું બધું ભોગવવાનું કે અર્થનો અનર્થ પણ બની શકે છે .કોઈ ટ્રાફિક સિગ્નલ પર ત્રણ રંગો માંથી દરેક નું અલગ કરી દર્શાવે છે જો એ જાણ ના રાખીએ તો આપ જાણો જ છો શું બને છે. લાલ રંગ ક્રોધ અને ગુસ્સો ભય અને યુધ્ધ જેવા પાસાઓ દર્શાવે છે તે ગમે તેટલી દુર થી આકર્ષે છે.લીલો રંગ કુદરતની તમામ લીલોતરી જેવી શાંતિ અર્પે છે. સુકુંન શાંતિ મળે છે આ રંગથી.સફેદ રંગ શાંતિ , સ્વચ્છતા અને સમૃદ્ધિ જેવા પરિબળો દર્શાવે છે.આ ઉપરાંત દરેક રંગોનું ખાસ મહત્વ છુપાયેલું છે .દરેક વ્યક્તિ નો એક ખાસ રંગ પ્રિય હોય છે જેની પસંદગી ને આધારે જ ઘણી વાર એમના વિચારો અને વ્યહારો નક્કી થાય છે.કાળો રંગ ખતરો અને ગુનાહિત લાગણીઓ ઉપજાવે છે.મોટા ભાગે આ સૌવો પ્રિય રંગ બને છે.આ સિવાય પણ પીળો, ભુરો, ગુલાબી,જાંબલી,આસમની, કેસરી , મુખ્ય છે.પણ આ મુખ્ય સાત રંગો માંથી હજારો રંગો બહાર આવ્યા છે .કોઈ ખાસ વ્યક્તિને આકર્ષવા માટે એમના પ્રિય રંગને અપનાવવામાં આવે છે જેની અસર સામે વાળા તરફ ખેંચે છે.
આજના આ રંગીન દિવસે માત્ર એટલુંજ કહીશ કે બધાની અલગ પસંદગી છે. સૌવના અલગ વિચારો છે.તો બધા ને મોહિત કરવામાટે ક્યાંક ખુદનો રંગ ના ભુલાય જાય એની કાળજી જરૂર રાખજો...
હોળીની શુભકામના 🙏🌈🌈🌈
-Pradip Bakraniya