રંગોત્સવ
હતી એક રૂપવતી ખુબ સુંદર પ્રેમદા
આશક ઇશ્કનો ખુબ પ્રેમ કરતા રહ્યા
મળી હતી નજરો એક યોગાનુયોગ
જોઈ એકમેકને બે દિલ ઘાયલ થયાં
મળ્યા વિખુટા પડ્યા ફરી ફરીને મળ્યા
ચાહતે બંને હૃદય જોને છલકાઈ રહ્યા
આવ્યો રંગોત્સવ ને હૈયે ફાગણ ફોર્યો
પ્રેમી પ્રેયસી જઈને કો એકાંતે મળ્યા
ખુબ કેફી એ અનેરું પ્રીતનું ચુંબન હતું
બાંહોમાં જકડાઈ મધુરસ માણી રહ્યા
થયાં જગતના બધા દૂર એ આવરણો
અનાવૃત પ્રીતમાં બે દિલ ધડકી રહ્યા
લઇ રંગ હથેલીમાં ખુબ રંગી પ્રેમદા
આશક માશુકા પ્રીતમાં રંગાઈ રહ્યા
અંગ થી અંગ મળ્યું રંગો રેલાઈ રહ્યા
મર્દન નશીલુ એ પયોધરો હલી રહ્યા
પરાકાષ્ટા પ્રીત કેરી થયું આવાગમન
અંગ સમાયું અંગે મિલન માણી રહ્યા
કાયમ યાદ રહેશે આ અનેરો રંગોત્સવ
'કલ્પના''બકુલ'ની પ્રેમથી લખી રહ્યા
-બકુલની કલમે.. ✍️
કવિતા
18th Mar 2022
ધુળેટી
08.30