Gujarati Quote in Blog by M. Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને એકાંત બહુ ગમે...
મારુ કામકાજ એવું છે કે હું વરસના ૧૦ મહિના સવારથી સાંજ સુધી અસંખ્ય લોકોને મળતો હોઉ છું.
મારો ૧ મહિનો મારી ફેમિલી માટે હોય છે.
પણ વરસનો એક મહિનો ફકત મને મળુ છુ.
ખરેખર ચંદ્રકાંત બક્ષી સાહેબનાં શબ્દોમાં કહુ તો ૧ મહિનાના મારા એ એકાંતમાં એકલતા (લોન્લીનેસ) નથી હોતી પણ એકલતા (અલોનનેસ) હોય છે.
(જી હાં... બેઉ એકલતા અલગ અલગ પ્રકારની હોય છે.)
કેમ કે એ એકાંતમાં મારી સાથે હું હોઉ છું એટલે એ અલોનનેસ વાળી એકલતા હોય છે.
ફેમિલી સાથે પૂરતો સમય ગાળ્યા પછી હું એક મહિનાનુ અલગથી વેકેશન લઉ છું અને મારા પ્રિય સ્થળે પહોચી જાઉ છું (સોરી.. સ્થળનું નામ નહીં કહું 🙏)
એ એક મહિનો ફકત અને ફક્ત મારા માટે હોય છે.
મોબાઈલ, ઈંટરનેટ, ટીવી કંઇ નથી હોતુ, હાં અમુક ખાસ પુસ્તકો સાથે હોય છે ખરા પણ જરૂર ના પડે તો વાંચતો નથી.
જેમ દર વર્ષે આપણે દિવાળીની સાફ સફાઇ કરીએ એમ વરસમાં એકવાર મનનાં અને વિચારોનાં બાવાં ઝાળા ઉતારી સાફ સફાઇ કરુ છું.
હું એ એક મહિનામાં મને ઓળખવાની કોશિશ કરુ છું.
મને ઓળખવાના મારા પ્રયાસમાં દર વખતે મને થોડી થોડી સફળતા મળે છે.

અહીં અજ્ઞાત શાયરનો એક શેર લખું છું..

"મારા જ એકાંત મા હું એટલો વ્યસ્ત રહું છું,
આ દુનિયાને શું ખબર કે હું કેટલો મસ્ત રહું છું."

Gujarati Blog by M. Soni : 111792405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now