ઠુંઠા ને બુઠ્ઠા સંબંધોમાં પણ ક્યાંક ધબકારો હશે !
આ ખરેલા પાંદડા પગે કચડાય ત્યારે, કાંઈ અમથા ન ખખડે !
વાદ-વિવાદના તો ઈતિહાસ હોવા જોઈએ
જ્યારે વંચાય ત્યારે, લોહી અમથા ન ઉકળે !
ભૂલવા માટે જીવવું એના કરતા તો વટથી જીવવું વ્હાલા,,
સામે જ્યારે મળે તો આંખની તલવારોથી લડે, કાંઈ અમથી ન ઉછળે !
-શિતલ માલાણી