Gujarati Quote in Thought by Mahendra Sharma

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વેત અને શ્યામ મૃત્યુ શોક

કેમ હિન્દુ મૃત્યુના શોકમાં સફેદ કે શ્વેત વસ્ત્રો પહેરે છે અને અન્ય ધર્મો કાળા કે શ્યામ વસ્ત્રો પહેરે છે?

અન્ય ધર્મો મૃત્યુને અંત ગણે છે, શરીરના અંતને જીવનની સમાપ્તિ ગણે છે. શરીર મૃત્યુ પછી કાળું પડે છે અને અંતમાં કોયલા જેવું કઠણ થઈ જાય છે. એટલે એ સંદરભમાં શોક પ્રકટ કરવા લોકો કાળા વસ્ત્રો પહેરીને આવે છે કે જુઓ અમે પણ મરી જઈશું અને આવા થઈ જઈશું, જેથી મૃત્યુ પામનારના પરિવારને સાંત્વના અપાય કે એક દિવસ બધા મરવાના છે.

હિંદુ ધર્મમાં મૃત્યુ પછી પણ જીવનની નવી મુસાફરીની વાત છે. હિંદુ ધર્મમાં ભગવદ્ ગીતામાં લખાયું છે એમ કે આત્મા અમર છે, ફકત શરીર મૃત્યુ પામે છે. આત્મા એક શરીર છોડી બીજા શરીરને ધારણ કરે છે. એટલે મૃત્યુ એ અંત નથી, નવી શરૂઆત છે. પણ આત્મા અદૃશ્ય છે જે શ્વેત રંગથી ઓળખાય છે, એવું પણ કહેવાય છે કે શરીરના મૃત્યુ પછી વ્યક્તિ દેવ સ્વરૂપ આત્મા થઈ જાય છે એટલે દેવને પણ આપણે શ્વેત રંગથી ઓળખીએ છીએ. એટલે હિંદુ મૃત્યુના શોકમાં નહીં પણ જીવનના ઉત્સવમાં સહભાગી થવા પ્રિયજનને ત્યાં જાય છે, સફેદ વસ્ત્રો મારફતે એ સંદેશ આપે છે કે આપણે દેવ સ્વરૂપ આત્મા ધારણ કરી છે, આ શરીર છૂટી જશે, આત્મા અમર છે. એટલે મૃત્યુ શોક નહીં પણ ઉત્સવ છે એવું હિંદુ ધર્મ માને છે એટલે બારમા તેરમા વખતે ઘણા લોકો સમૂહ ભોજન પણ રાખતા હોય છે.

આ વિષય પર તમારા વિચારો જરૂર લખજો.

મહેન્દ્ર શર્મા ૧૩.૩.૨૦૨૨

Gujarati Thought by Mahendra Sharma : 111791748
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now