અર્જુન હવે ક્યાં મળે છે?...
____________________
પગ મૂકતો આંગણા માં ને હૃદય ની સુવાસ
મળે છે,
કંઇક આપવા જતો દરવાજે ને હાથ માં ભીક્ષા મળે છે.,
જાઉ છું નગર છોડી ને ત્યારે વેરાન નજરે પડે છે.
સરવણી છે ઊંડે ઊંડે ,છતા કૂવા સુકા મળે છે.
જગત ના આંગણા મા લક્ષ્મણ રેખા છે હજી પણ, પણ તેને ઓરંગનાર રાવણ ઠેર ઠેર મળે છે.
રામ સિંહાસન પર ચડે છે અને દશરથ વનવાસ ભોગવે છે.
કૈકય અને મંથરા હરેક આંગણે મળે છે.
ભીષ્મ હજી પણ બાણ શૈયા ઉપર સૂતા છે,
મહાભારત હજી પણ ઠેર ઠેર નજરે પડે છે.
ગીતા ના શ્લોક કહેનાર રસ્તે રસ્તે મળે છે,
પણ સાંભરનાર અર્જુન હવે ક્યાં મળે છે.?
જયવંત બગડીયા /કવિરાજ