તું મળે મને તો ખાસ વાત કરવી છે,
મારે ચાહતને આજ રિચાર્જ કરવી છે.
પ્રથમ મુલાકાત યાદગાર કરવી છે,
મારે લાગણીને આજ રિચાર્જ કરવી છે.
એકાંતમાં મનની મોકળાશ કરવી છે,
હૈયાની ધબકારને રિચાર્જ કરવી છે.
ભાન ભૂલી જાય એવી ભેટ ધરવી છે,
ઇશ્કનાં આલમને રિચાર્જ કરવી છે.
જાણે જગત આખું એવો પ્રેમ કરવો છે,
વેદના વલોવી એવું રિચાર્જ કરવું છે.
સમજણને મેં નેં'વે મૂકી, સમજદારી કરવી છે
આજ ઉધારી કરીને ફરી રિચાર્જ કરવી છે....
-ક્રિષ્વી ✍🏽