હોય સુંદર રંગીલું શમણાનું એક ગામ,
ચોખ્ખાય અને સ્વચ્છતાથી ખીલી ઉઠેલું એક ગામ,
જ્યાં સ્વતંત્ર હોય દરેક જીવ એવું મોજીલું એક ગામ,
નદી કાંઠે મંદિરને બાગબગીચાથી ભરેલું એક ગામ,
ગામમાં ચોરોને ભાઈભેરુઓથી સંપીલું એક ગામ,
બધી જ સુવિધાઓ છતાં કુદરતી આવરણ જાળવેલું એક ગામ,
નાના મોટા દરેકને મળતું પૂરતું સન્માન વાળું એક ગામ,
એકવાર જે આવે ત્યાં જ સ્થાહી રહેવા તત્પર બને એવું એક ગામ,
હોય જો આવું એક ગામ સ્વગઁ સમાન લાગતું મારુ શમણાનું એક ગામ,
હોય સુંદર રંગીલું શમણાનું એક ગામ.
-Falguni Dost