ધન્ય હું મારા દેહને ગણું,
કે જન્મ આ ભૂમિ પર ધર્યો છે.
જ્યાં મહાવીર શ્રી શિવાજીનો,
આ દેશમાં જન્મ થયો છે.
જેની જનેતા પારણે હાલરડાંમાં,
શુરવીરતા ના પાઠ શિખડાવે છે.
સોળ વરસની બાલ્યાવસ્થામાં,
દુશ્મનોને જેમણે ધુળ ચટાડી છે.
માં ભવાની ના આશીર્વાદથી ,
શોર્ય તલવાર જેમને હાથે ધરી છે.
હિન્દુ ધર્મમાં રક્ષક બનીને આવ્યા,
સમગ્ર દેશમાં કેસરીયો ફરકાવ્યો છે.
કરે નર વંદન છત્રપતિ શિવાજીને,
ભાગ્ય જેમણે દેશનાં બદલ્યા છે.
મહાબલી વીર ક્ષત્રિય છત્રપતિ ને,
જન્મદિવસની શુભેચ્છાઓ છે.
નારાણજી જાડેજા
નર