સાચું કહું તો ખોટું લાગશે,
તેને સાચું સમજાતા થોડી વાર લાગશે,
દસ માથા માં અહમ ભરાઈ જાય તો થોડો ભાર લાગશે,
રામના ચરણોમાં જતા થોડી વાર લાગશે,
ઠોકર ખાશો તો દીલ ને ઠેસ લાગશે,
ઠોકર ખાધા પછી સીધા રસ્તે ચાલતા થોડી વાર લાગશે,
નથી હું અવિનાશી, નથી તું અવિનાશી,
આ વાત સ્મશાને જતા પહેલા સમજાતા થોડી વાર લાગશે,
" દીપક " કહે દિલથી વાત તો તમને તીખી લાગશે,
તમારા આત્માને પૂછી જુવો તો કદાચ સાચી લાગશે,
*****. દીપક મકવાણા (ભાવનગર) ****