Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તલેતલનો એ હિસાબ રાખે છે.

ગુણદોષ આપણાં એની આંખે છે.



નાતજાતના વાડા નથી પસંદ એને,

શબરીનાં એઠાં બોરને એ ચાખે છે.



સતત આપણે અહં ધરીએ આપણો,

એને લાગે આપણે એની કાંખે છે.



ગ્રહનક્ષત્રો આપણે જોવડાવીએને,

એ તો પગલું જોઈને ભાવિ ભાખે છે.



ભક્તનું હોય છે એનેય ગુમાન કેટલું!

મારો સેવક આખરે એક લાખે છે.



વધતાં અંતરની આરત ભક્ત તણી,

અવગુણ એના એ સમદર નાખે છે.



ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111786005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now