હવે કોઈ તારી ફરીયાદ નથી રહી મારી પાસે,
હવે તો બસ તારી જ યાદો રહી છે મારી પાસે...
હવે કોઈ તારી તસ્વીર નથી રહી મારી પાસે,
હવે તો બસ તારા જ સ્વપનો રહ્યા છે મારી પાસે...
હવે કોઈ તારી અપેક્ષા નથી રહી મારી પાસે,
હવે તો બસ તારી જ આશાઓ રહી છે મારી પાસે....
હવે કોઈ તારી નારાજગી નથી રહી મારી પાસે,
હવે તો બસ તારી જ લાગણીઓ રહી છે મારી પાસે.....
હવે કોઈ તારી વસ્તુઓ નથી રહી મારી પાસે,
હવે તો બસ તારી જ ખ્વાહિશ રહી છે મારી પાસે...
હવે કોઈ તારો અહેસાસ નથી રહયો મારી પાસે,
હવે તો બસ તારી જ ચાહ રહી છે મારી પાસે...
નથી કોઈ વાદ ,નથી કોઈ વિવાદ ,નથી કોઈ
વિચાર ને નથી કોઈ વહેમ,
હવે તો ફકત તારી ફરી ફરી યાદ જ રહી છે મારી પાસે.....
-Bhargav Jagad