જીવીને જ જાણી શકાય એવી રમત છે જિંદગી...
ડૂબી ને જ તરી જવાય એવી સમજ છે જિંદગી...
સાથે હોય કોઈ ગમતું તો જલસો જ પડી જાય ...
એકલા જો પડીએ તો જીવન જ સમજાઈ જાય...
બધાં જ ગુણો ની એકધારી મહેફિલ જામી જાય...
પછી પરિસ્થિતિ પ્રમાણે બધું જ ચખાઈ જાય...
ગમતું હોય કે ના ગમતું હોય મળે તે રાખવું જ પડે...
શીખવાડે જે કંઈ હોય અઘરું તો પણ શીખવું જ પડે...
સમજી લેવાનું, થાય એ બધું આપણાં માટે જ છે...
જિંદગી માં મેઘધનુષ્ય ના રંગો પૂરવા માટે જ છે...
કેમ કે....
જીવી ને જ જાણી શકાય એવી રમત છે જિંદગી...
ડૂબી ને જ તરી શકાય એવી સમજ છે જિંદગી...
-Tru...