#લાગણી
લાખ કોશિશ કરે તુ બોલવાની છતાય ના બોલાય,
અને
એકાંત માં હર પળ તું મારું નામ રટે એમ પણ બને..
ગલીએ ગલીએ તારી એક ઝલક નિહાળવા ભટકીયે,
પણ
જો તુ સામે આવે તો નજર ઝુકાવી પણ લઈએ એમ પણ બને..
તારી સાથે મન મૂકી વાતો કરવા તરસીયે,
અને
સંજોગ આવે ત્યારે મન વાળી પણ લઈએ એમ પણ બને..
કેટલા પ્રયત્ન કરીએ છતાંય તને ભૂલી ના શકીએ,
અને
જેમ જેમ કોશિશ કરીએ તેમ તેમ તારી યાદ વધુ સતાવે એમ પણ બને..
દિલ ની વ્યથા જણાવવા તને આ સાહી કલમ પકડીએ,
અને
વાંચવા છતાં તુ મારી લાગણી સમજી ના શકે એમ પણ બને..