નજરથી નજર દઝાડતી રહી ઈ વેળાની ઘટના,
આંખે કાજળ ઘસી ઘેરા કેશ ગુંથ્યા છે લટ ના.
. નથણીનાં મોતી વારંવાર અધર અથડાતાં!
. હાર નાં મોતી ઉછળે છે એનું દિલ થડકાતાં..
પગે ઝાંઝર સુનાં અંગુઠે ખોતરે છે નીચે મુખે ધરા,
મંદ ગતિઍ પવન સંગ ગવન ઓઢણી ઉડે જરા.
. ઋજુ કર સ્પર્શથી લૂછે નમણા નયનનાં નીર,
. કરુણાદ્ર ચહેરો સાથે ભાવ છે ધીર ગંભીર.
ગભરુ બાળા ગમગીન ચહેરે વિચારે શું ખ્વાબ?
ચિત્તાકર્ષક ચંચળા તારી મૂંઝવણનો દે જવાબ.
. જિજ્ઞાસા પ્રત્યુત્તરની મને બોલી ધીરે ધીરે,
. સાંભળ્યું એ "કયાં જઈશ પંખી અહીંથી રે"..
. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )