હો સફર મુશ્કેલથી મુશ્કેલ પણ ખેડી નથી,
એમ સમજો જાતને આખી હજું રેડી નથી.
છે દફન ઇતિહાસમાં વાસ્કો-દ-ગામાની સફર,
એજ તારણ, કે તમારા પગમાં પણ બેડી નથી.
ત્યાં જવા માટે પ્રથમ મરવું પડે છે આમતોર,
ત્યાં જવા સીધી સડક કે કોઈ પણ કેડી નથી.
જિંદગીભર કાખમાં દુ:ખને રમાડ્યાનો લગાવ,
આંગણે આવી ખુશી મેં એટલે તેડી નથી.
એક જ સંતોષ છે “રોચક”જીવનનો સાર પણ,
ઝૂંપડીમાં ઝૂંપડીની મોજ, છો મેડી નથી.
-અશોક વાવડીયા