The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું માને છે જેને પોતીકા, એ સૌ માણસ તો તકવાદી છે; તારી નજરોમાં લાગે પાકાં, વચનો સઘળાં તો તકલાદી છે; શેર સટ્ટામાં રાખે છે આશા, માણસની એ તો બરબાદી છે; કરે જે વાતો મીઠી મીઠી, એ ખરેખર તો ફરિયાદી છે; તમને લાગે છે જુદા જુદા, બેઠા એ તો અમદાવાદી છે...!!! - પંકજ ગોસ્વામી'કલ્પ'
સવાર પડી જાય છે સૂર્યોદય પહેલાં, સપનાં હવે નથી આવતાં; રોજ ઊઠીને કામે નથી જવું એવાં, બહાનાં હવે નથી આવતાં. એક સાંજે રખડવાના આનંદને મંઝિલ ગણી મોજ કરતા, ફરી ફરીને થાકી જવાય છે જિંદગી, ઠેકાણાં હવે નથી આવતાં. કેટલાંય માણસોથી છે સારો સંબંધ મારે આજકાલ તો, રાહ જોઉં બાળપણની જેમ પણ, રમવા હવે નથી આવતા. મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો ખિસ્સું મોં ચઢાવી દે છે, સંકટ સમયની સાંકળ જેવા, ગલ્લા હવે નથી આવતા. ડૂબી રહ્યો છું સતત જવાબદારીઓના અસહ્ય બોજ હેઠળ, ગળાની ગાંઠ જેવા મિત્રને બચાવવા, દોસ્તો હવે નથી આવતા. ✍️ પંકજ ગોસ્વામી 'કલ્પ'
સવાર પડી જાય છે સૂર્યોદય પહેલાં, સપનાં હવે નથી આવતાં; રોજ ઊઠીને કામે નથી જવું એવાં, બહાનાં હવે નથી આવતાં. એક સાંજે રખડવાના આનંદને મંઝિલ ગણી મોજ કરતા, ફરી ફરીને થાકી જવાય છે જિંદગી, ઠેકાણાં હવે નથી આવતાં. કેટલાંય માણસોથી છે સારો સંબંધ મારે આજકાલ તો, રાહ જોઉં પણ બાળપણની જેમ, રમવા હવે નથી આવતા. મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં તો ખિસ્સું મોં ચઢાવી દે છે, સંકટ સમયની સાંકળ જેવા, ગલ્લા હવે નથી આવતા. ડૂબી રહ્યો છું સતત જવાબદારીઓના અસહ્ય બોજ હેઠળ, ગળાની ગાંઠ જેવા મિત્રને બચાવવા, દોસ્તો હવે નથી આવતા. ✍️ પંકજ ગોસ્વામી 'કલ્પ'
ફાધર્સ ડે કે મધર્સ ડે હોય ત્યારે ઘણાં જણ એવું કહેવા વાળા પણ હોય છે કે ફાધર કે મધર ડે ના હોય એમના પ્રત્યેનો પ્રેમ કોઇ એક દિવસમાં બાંધી ના શકાય. સાચી વાત.. એમનો પ્રેમ કોઇ એક દિવસમાં દર્શાવી શકાય એવો નથી હોતો પરંતુ આ ડે ના બહાના હેઠળ આપણે એમના પ્રેમ માટે કૃતજ્ઞતા તો દાખવી શકીએ છીએ. કાયમ માટે દાખવીએ તો તો અલગ વાત છે પરંતુ એવું કદાચ ભાગ્યે જ કોઇ કરતું હશે, આ એક દિવસે આપણે એમના તરફથી મળતા કે મળેલા પ્રેમ માટે એમને ધન્યવાદ કહીએ છીએ તો આ ડે ઉજવવામાં કંઇ ખોટું નથી. દરેક બાબતમાં પશ્ચિમી સંસ્કૃતિ ખોટી જ છે એવું ના માની શકાય..!! - પંકજ ગોસ્વામી
દુઃખ, દર્દ, પીડાં મારા સાથી થયાં, સાથ છોડી મારો હમરાહી ગયાં..!! - પંકજ ગોસ્વામી
ક્યારેક કોઈને કહેવાનું મન થઈ આવે છે કે યાર હું મજામાં નથી. મને ક્યાંય ગમતું નથી. બહુ મૂંઝારો થાય છે. ક્યાંય જીવ નથી લાગતો. ક્યારેક કોઈ સાથે વાત કરવાનું મન થાય છે. મોબાઇલ હાથમાં લઈને કોઈને ફોન લગાડવાનો વિચાર આવે છે. ફોનબુકમાંથી એકેય નામ એવું મળતું નથી જેની સાથે વાત કરવાનું મન થાય. આવા સમયે વેદના બેવડાઈ જાય છે. કોઈને કંઈ કહેવાનો મતલબ નથી. કોઈને શું ફેર પડે છે? મારા દુઃખ સાથે દુઃખી થવાવાળું કોઈ છે જ નહીં. બધા પોતાનામાં જ મસ્ત છે,પોતાનામાં જ વ્યસ્ત છે. કોઈ ક્યાં પૂછવા આવવાનું છે કે તું કેમ ઉદાસ છે? કઈ પીડા તને પરેશાન કરી રહી છે?
જગમાં રખડી શોધતો ફરું આશરો, રાહ ભુલેલો ભટકતો હું એક મુસાફર..!! - પંકજ ગોસ્વામી
તારી યાદો ને કે'જે જરા કાબુમાં રહે, આજે ફરી વરસાદની આગાહી છે..!! - પંકજ ગોસ્વામી
આંખમાંથી લાગણીના આંસુ આવી વહી ગયા, ઉંડે સુધી ડૂબી ગયેલાં એ પ્રવાહો રહી ગયા..!! - પંકજ ગોસ્વામી #સુશોભન
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser