ન્હોતી એની જરુરત તોયે આવીને ઊભું.
સૌ કોઈ એમાં સંમત તોયે આવીને ઊભું.
વણનોતર્યા મહેમાન સમુંને કેવું એ જિદદી,
નથી એનું મસ્તક નત તોયે આવીને ઊભું.
વરસી આપદા આભેથી માવઠું બનીને એ,
ૠતુ અનુસાર અસંગત તોયે આવીને ઊભું.
છે વલોપાતી કૃષિકારો એના આગમન થકી,
બગાડી પાકની મિલકત તોયે આવીને ઊભું.
ના સમજે માનઅપમાનને જોર જમાવતું,
ના કરતું કોઈ સ્વાગત તોયે આવીને ઊભું.
દુકાળમાં અધિક માસ જેવું જાકારો પામે,
ભરશિયાળે એ પરત તોયે આવીને ઊભું.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.