આંખ મીચી ફેફસાંમાં શ્વાસ ભરજે,
એક દિવસ ‘હું હતી’ ની વાત કરજે.
સૌની સામે ઢળવું ના માફક મને તો,
પાંપણો ઢાળીને તું ખારાશ ભરજે.
આ, જે પુષ્પો પર ખીલેલી ઓસ છે એ
હું જ છું; તું પણ થઈ ટહુકો, ત્યાં ખરજે.
પર્ણ સૂકાં થઈને વેરાઈ છું ફળિયે,
ત્યાં હવે પાલવ જરા ઝાલીને ફરજે.