ફરીએ ન પરત ઘરે ક્યારેક,
તો સમજી જજો કે નીકળ્યા છીએ અમે ખુદના અસ્તિત્વની શોધમાં,
સમજી જજો કે કંટાળી આ ઘોંઘાટીયા શહેરથી,
નીકળ્યા છીએ ક્યાંક સુકૂનની શોધમાં,
આખરે ક્યાં સુધી જીવી જાણીએ અમે આ કરમાય ગયેલી જિંદગી ને,
ક્યાં સુધી આમ રહીએ પાનખરની માફક,
તેથી હવે અસ્તિત્વને અમારા વસંતની જેમ ખીલાવવુ જરૂરી હતું,
નીકળ્યા જો છીએ અમે કંઈક શોધમાં,
તો પરત ફરીશું કંઈક અનુભવોના મોતી ચૂંટીને,
તો ક્યાંક એ સફરને યાદગાર બનાવીશું,
અથવા તો આવીશું કંઈક મંઝિલને મશહૂર કરીને!
મૈત્રી બારભૈયા