Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પિયર"
-@nugami.
સ્ત્રી પિતાની છત્ર છાયા નીચે એક રાજકુમારીની જેમ જીવે છે .....ભલે ને બાપ ગરીબ જ હોય....
પણ એ પોતાની દીકરી ને સુખી કરવા માટે બધા જ પ્રયત્નો કરશે....
પણ જ્યારે સાસરી એ દીકરી પગ મૂકે ,તે જ ઘડી એ એના રાજકુમારી ના વાઘા પણ ઉતરી જાય છે.....( અપવાદ બાદ કરતાં). અને એ ઉતારનાર ક્યારેક સાથે સાથે એના આત્મ સન્માનને પણ પીંખી નાખે છે ....છતાંય પોતાના બાપ ની પાઘડી સાચવવા આખું જીવન પિંખાતી રહે છે...( અપવાદ રૂપે)....
કોઈ આપણી એક પેન લઈ જાય લખવા,તો પણ જીવમાં તો હોય જ છે કે પેન મારી ફલાણા પાસે છે......એક નિર્જીવ વસ્તુ માં પરોવાયેલા રહીએ છીએ ,
જ્યાંસુધી એ વસ્તુ કોઈ પાછી ના આપે ત્યાં સુધી......
વિચારો,જ્યારે એક બાપ પોતાની દીકરી ને કન્યા દાન આપે,ત્યારે એનો જીવ કેટલો પરોવાયેલો હશે એના સુખ માટે??
કદાચ કોઈ એવી ઘણી સ્ત્રીઓ હશે , જેમણે વર્ષો સુધી પિયરનો દરવાજો ખખડાવ્યો નહિ હોય.....

"ખખડાવવા દેજો ક્યારેક એ બારણું....
જ્યાં એના પગરવ જોઈને, હરખાતું હતું એ આંગણું.....
પોતાની દીકરીને મળવાના હરખમાં રહેતો બાપ,
નજર રાખી બેઠો હશે ત્યાં,ને વાટ જોતું હશે એ બારણું,
મળતાં વેંત બાપાને,દીકરી કરશે દુઃખનું તાપણું...
મા બાપ વિના આ સંસારમાં, કોઈ નથી આપણું....
-@nugami.

Gujarati Motivational by Tr.Anita Patel : 111755870
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now