મુરઝાયલો છોડ
અરેરે, તું પણ મારી માફક મુરઝાઈ ગયો, અધ મુવો થઈ ગયો છે !
પાણી સિચ્યું, માટી ખણી, ખાતર પણ આપ્યું તને, તો પણ ક-વેળાએ મુરઝાઈ ગયો
તારાં પીળા, ખરતાં સૂકા પાન, જેવું જ છે, હવે ઝૂમાયલું મારુ પણ મન
તારી ઝૂકેલી ડાળીઓ જેમ જ છે ઝૂકેલું, મારું મન, દિલ, અને તન
નીરસ જીવન, હજી કેટલું જીવવું પડશે એની સતત ચિંતા સતાવે છે
બેસહાય રીતે, બીજાને આધીન જીવવું પડશે, સ્વીકારી લેવું મુશ્કિલ છે
સ્વાધીનતા આપોઆપ ખોવાઈ ગઈ; અચાનક જાણે ક્યાંક વહી ગઈ
આવી તે કેવી વિવશતા, આં તે કેવું અંધકારમય દિશાહીન ભાવિ
મારા મૃદુ, સંવેદનશીલ સ્વભાવ પાર મારુ ભવિષ્ય થઈ રહ્યું છે હાવી.
ઉખાડી તને પણ કદાચ પાછો રોપીયો હશે કોઈકે, એટલેજ બગાડ્યું તારું ભાવિ.
આપણા બંનેની દશા એક સરખી જ છે, પારકી જમીન આપણા નસીબે આવી.
Armin Dutia Motashaw