મેરા ભારત મહાન ............................?????
કુરિયર વાળા ભાઈ એ બૂમ પાડી .દરવાજો ખોલી ને એમણે અમુક માહિતી ની આપ-લે કર્યા બાદ એક કાગળ આપ્યું.ઘર માં આવી ને જોયું તો એ ટ્રાફિક ચલણ હતું. CITY SURVEILLANCE AND INTELLIGENT TRAFFIC MONITORING SYSTEM................
કાગળ માં દંડ પેટે ભરવાની રકમ અને અન્ય વિગતો સાથે એક ફોટો પણ હતો. ખૂબી ની વાત તો એ હતીં કે ફોટો એકદમ ક્રિસ્ટલ કિલયર હતો,આધાર કાર્ડ માં હોય છે એવો તો સહેજેય નહિ ને....હા હા હા .....😂😂
પ્રશ્ન: ભારત દેશ ના કોઈ એક શહેર નો સામાન્ય નાગરિક નીતિ નિયમ નો ભંગ કરે તો સાવ કાચ જેવો ક્રિસ્ટલ ક્લિયર ફોટો જે તે સમય અને તારીખ સાથે નાગરિક ના પોતાના સાચા સરનામે મોકલી આપી દંડ ની રકમ વસૂલ કરતી શ્રી શ્રી ભારત સરકાર ને મારો એક પ્રશ્ન છે કે ...........શું એવો એક પણ સી સી ટીવી કેમેરા નથી કે જેમાં વિજય માલ્યા અને નીરવ મોદી જેવા સજ્જન પુરુષો ભારત દેશ નું ઉઠમણું કરી ને જતા હતા ત્યારે તમને કૈક ફોટો બતાડયો હોય...??? 500 1000 જેવી સાવ નાની રકમ માટે તમે આટલી કડક સીક્યુરીટી રાખી શકો છો તો વિજય માલ્યા અને એના ભાઈઓને પકડી કેમ ના શક્યા ........??