અંતરાત્માની ડિજીટલ ગઝલ...😊
જાત સાથે આ રીતે ના fraud કર;
આ ઉદાસીને હવે unload કર.
એક અવસર હાથ લંબાવી ઊભો!
હાથ સામો આપ, થોડું nod કર.
જિંદગી નામે અહીં play store છે,
તું ખુશીની app download કર.
આંસુઓનો log clear કર અને-
એક-બે સપનાં પછી upload કર.
રાખ શ્રધ્ધા, હાથ જોડી બેસ અહીં!
કહી રહ્યો છે એ કશુંક! decode કર.
ring તો વાગ્યા જ કરશે ભીતરે,
ત્રસ્ત હો તો સ્હેજ silent mode કર.
શ્વાસની system થવાની hang છે,
RAM ઓછી છે તો ઓછું load કર.
: હિમલ પંડ્યા