આજે મળેલ એક મેસેજ જે મને શેર કરવા જેવો લાગ્યો:
🌹 સુંદર 10 વાતો સમજવા જેવી.🌹
*🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.*
*🙏૨ - પહેલાંના લોકો લોટ જેવા હતા, લાગણીનુ પાણી નાંખી એ તો ભેગા થઈને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણીનુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.*
*🙏૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,*
*🙏બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.*
*🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.*
*🙏૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.*
*🙏૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.*
*🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.*
*🙏૮ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.*
*🙏૯ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે...ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જજજ આપે છે.*
*🙏 ૧૦ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે...*
🌹🙏🌹