"મેકઅપ"
-@nugami.
હું બસ માં મુસાફરી કરતી હતી.કોરોના ને લીધે મોઢે ગરણું બાંધી રાખ્યું હતું અને શાંતિ થી બેઠી બેઠી કાનમાં ભૂંગળા નાખી મનગમતા ગીતો સાંભળતી હતી.૨૫-૩૦ કિમી જેટલું બસ ચાલી હશે,ત્યાં બસ સ્ટોપ આવ્યું ત્યાંથી એક બાઈ બસમાં ચડી.અને સીટ શોધતી શોધતી આવી,મારી પાસેની સીટ ખાલી હતી,તો ત્યાં બેઠી....
એ બાઈ સાથે એક બીજી બાઈ પણ હતી....
પણ જે મારી પાસે બેઠી હતી,એતો બાપરે ....! મેકઅપ ની હાલતી ચાલતી દુકાન....
હું તો એને જોઈ જ રહી....
હું થોડી બોલકી,મારા થી રે'વાયુ નહિ.અને હું બોલી," તમે માસ્ક કેમ નથી બાંધ્યું? કેટલી ભીડ છે,ધ્યાન રાખો પોતાનું."
તો મને એણે કહ્યું," અરે માસ્ક જૂનું થઈ ગયું હતું, નવું લેવાનું ભૂલી ગઈ.અને જે સાડી પહેરી હતી એનાથી એ મેચ નહોતું થતું.એટલે ના પહેર્યું.અને પહેરત તો મારી લિપસ્ટિક બગડી જાત...🥺પછી મારા ઘરવાળા ને ના ગમે. પાછો શ્રાવણ ચાલે છે એટલે એમનું માનવું પણ પડે."
"તું ગમે એ કર પણ તોય જાડી જ દેખાઈશ. લાલીઓ કરવાથી કંઇ હફરી( કચ્છી ભાષા) નઈ લાગે,હાલી નીકળી છે તે...." બીજી બાઈ બોલી( સાસુ).
પેલી બાઈ કંઈપણ બોલ્યા વિના ચૂપચાપ બેઠી હતી.😔
હું એમના સંવાદો સાંભળી રહી.હૃદયમાં એક શેરડો પડ્યો.....
શું છે આ બધું??? લોકો દેખાવ ને કેમ આટલું મહત્વ આપે છે????
એ સમજાતું નથી કે કુદરતી બક્ષીસ આપણને જે મળી છે, એને આપણે કૃત્રિમ રંગો થી કેમ ઢાંકી એ છીએ????
બીજા ને સારું લગાડવા માટે???? બીજા શું કહેશે એ માટે???? કે કોઈ ને કદાચ હું ના ગમુ તો?????? કોઈ કેવી કોમેન્ટ પાસ કરશે??????? કોઈ મને ભદ્દી કહેશે તો??????
વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એ પોતાની સાથે કાયમી રૂપ અને રંગ લઈ ને આવે છે.....
શું તકલીફ છે એ રૂપ અને રંગથી?????
વ્યક્તિ ને રૂપરંગ આપવાવાળો તો ઈશ્વર જ છે,એનો આદર તો કરવો જોઈએ બીજાના રૂપરંગ પર કોમેન્ટ પાસ કરતાં પહેલા.....
વ્યક્તિ જેવી પણ દેખાતી હોય,એ પોતાનામાં સુંદર જ હોય......પણ સામે જોવા વાળના આંખ માં મોતિયોના હોવો જોઈએ.....
તકલીફ વ્યક્તિ ને ત્યારે થવા માંડે છે,જ્યારે એ પોતાની જાત કરતાં બીજા શું કહેશે એની ચિંતા વધારે કરવા માંડે છે.
એ ભૂલી જાય છે કે ,એની પાસે દેહ કરતાં પણ વધુ સુંદર એનું હૃદય અને મન ઈશ્વરે એને આપેલું છે.
એને શણગારવા માટે કોઈ શૃંગારની જરૂર નથી ....
એક વાત નક્કી છે,કે જે તમને પસંદ કરે છે,તમને માન આપે છે,તમારી કદર કરે છે,એ તમે ગમે તેવા દેખાતા હોવ એનાથી એમને કોઈ ફરક પડતો નથી.....
હા શણગાર કરવો જોઈએ,પણ બીજા માટે નહિ,પોતાના માટે......
સ્ત્રી જ્યારે પણ કોઈ શણગાર કરે છે,ત્યારે એ પોતાના મનપસંદ વ્યક્તિ ને ધ્યાન માં રાખી ને કરે છે......
પણ સ્ત્રી જ્યારે પોતાના આત્મસંતોષ માટે શણગાર સજતી થાય છે,ત્યારે ખરા અર્થમાં એ ત્યારે સુંદર બને છે.
મનની મલિનતા ને દૂર કરવા સારા વિચારોનો મેકઅપ જરૂરી છે .....
અને એ મેકઅપ સ્ત્રી ત્યારે લગાવે છે,જ્યારે એના સાંસારિક જીવનમાં પણ સ્થિરતા આવે છે......
Live life 🎉and decorate it with full of positivity💓, joy👼 and happiness😊and love🥰 for self not other ......
Because life is more beautiful than makeup......-@nugami.