માણસ જીદગી થી કંટાળી ગયો હોય તેવું નથી લાગતું? આ કોરોનાના માર ને કારણે માણસનું જીવન સાવ ભાંગી પડયું છે માણસની ઈચ્છાઓ પણ ભાગી પડી છે બાળકોની તો વાત જ અલગ છે, બાળકોના માણસ ઘણી બધી વિચારધારાઓ નો ફેરફાર જોવા મળી રહ્યો છે ,ખરેખર આવનારા દિવસો કેવા હશે! એની કલ્પના કરવી પણ અઘરી છે! શાળાઓ બંધ છે અભ્યાસક્રમ ઓનલાઇન ચાલે છે પરંતુ ઓનલાઈન માં કેટલું ચાલવાનું આંખો ખરાબ થવાની અને બાળકનો માણસ આખો દિવસ મોબાઇલમાં રહીને અંતરમુખી બની જવાનું .કોરોન ના કાળમાં દિવસે દિવસે દરેક ના મગજ એક અંતર્મુખી જેવા બની ગયા છે .માણસ તો કંટાળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે! એક બાજુ જિંદગીમાં મોંઘવારીનો માર ,બેકારી ગરીબી, બિમારી, આ બધા પ્રશ્નો તો જિંદગીમાં ઉભા થઈ રહેલા છે !માનવી જીવનમાં પ્રયત્નશીલ તો બન્યો છે પરંતુ કેટલું કરે !પ્રયત્ન કરીને એ થાકી રહ્યો છે. કોને પોતાના અંતરની વેદના કહે !!કારણકે કુદરત પણ કઠોર બની રહ્યો છે. હજુ ચાલી રહ્યું છે ચોમાસુ ...પણ વરસાદે અલિપ્ત થઇ રહ્યો છે. ધંધા તો પડી ભાંગ્યા છે. ખેતીકામ પડી ભાગવાની હોય એવું લાગી રહ્યું છે આતો કુદરત ની કેટલી કઠિનાઇ છે .આપણા માટે તો આ કસોટી છે કે ,પછી કુદરત નો પ્રકોપ! એ જ સમજાતું નથી !જિંદગીના અમૂલ્ય વર્ષો કેવી રીતે નીકળશે? એ પણ પ્રશ્ન થાય છે? એ પણ ખબર નથી !માણસના મગજ એકદમ શૂન્યાવકાશમાં પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે ,માણસ ધારે તો પણ કંઈ કરી શકે એવી હાલતમાં નથી ,એવું કહી શકાય કે; ખૂબ થાકી ગયો છે! હારી ગયો છે! અને ડરી પણ ગયો છે !આખો દિવસ ચિંતા જ માં હોય છે. કોને કહે; એની વેદના.. બાળકોની પણ અલગ વેદના છે !આખો દિવસ ચાર દિવાલોમાં પૂરાઈ રહેવાનું મોબાઈલ માં ઓનલાઈન ક્લાસ જોઈન્ટ કરવાના ,રમવાને નામે ચાર દીવાલોમાં રમવાનું ,કઈ રમત રમે બિચારા !!!!રમતના નામે શૂન્ય અવકાશમાં પહોંચી ગયા છે ...આપણે પણ બાળકોમાં જોઈ રહ્યા છે કે કેટલા માસૂમ બાળક બની રહ્યા છે... હવે તો કુદરત તારો આધાર..
આભાર