ના નિહાળ આ નજરે તું મુજને, હું મંત્રમુગ્ધ થઇ જાઉ છું,
નીકળું છું શોધવા તુજને અને હું ખુદ ખોવાઇ જાઉ છુ.
તારા ચહેરાના તેજ આગળ ચંદ્રમા પણ જ્યાં ઝાંખો પડે,
એની શીતળતા તળે આવતાં હું શુધ્ધ થઈ જાઉં છું.
નેણ પણ છે તારા જોને કંઈક એવાં તે કામણગારા કે,
તારી નજરથી મારી નજર મળે ને હું જ અંજાઈ જાઉં છું.
તારા ઝૂલ્ફ કેરી જંજીર પણ છે ખૂબ અલગારી સનમ,
ના ચાહવા છતાંય એમાં જ હું લુપ્ત થઇ જાઉં છું.
કેમ બચાવે ખૂદને "વ્યોમ"? તુંજ એ કહે હવે મને,
તારી ચાહતમાં ગરક થઈને હું બુધ્ધ થઈ જાઉં છું.
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)